માત ભવાની શરણે લેજે🌺


હે જગ જનની હે જગદંબા , માત ભવાની શરણે લેજે , ..(૨)
આદ્યશક્તિ માં આદિ અનાદી , અરજી મારી ઉરમાં ધરજે ,હે ..

કોઈના તીર નું નિશાન બનીને , દિલ મારું તું વીંધાવા દેજે ..હે..
ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને , એવી અંબા શક્તિ દેજે ,. હે . .
હોઈ ભલે દુઃખ મેરુ સરીખા , રંજ એનો ના થાવા દેજે,.. હે..
રાઈ સરીખું દુઃખ જોઈ બીજાનું , રોવાને બે આંસુ દેજે , હે…

આત્મા કોઈનો આનંદ પામે તો,ભલે સંતાપી લે મુજ આતમને હે
આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને એને પુષ્પો દેજે… હે..
ધૂપ બનું હું સુગંધ તું લેજે , રાખ બની મને ઉડી જાવા દેજે .હે.
બળું ભલે હું બાળું નહિ કોઈને , જીવન મારું સુગંધિત કરજે .હે..

અમૃત મળે કે ના મળે મુજને , આશિષ અમૃત તું તે દે જે…હે..
ઝેર જીવન ના પી હું જાણું , પચાવવા ની તું માં શક્તિ દેજે હે..
શક્તિ દે માં ભક્તિ દે માં , આ દુનીયા ના દુઃખ સહેવા દેજે હે..
હે જગ જનની હે જગ દંબા , માત ભવાની શરણે લેજે, ..(૨)


🙏 જય અંબે🙏🏻

🍁આસો સુદ પ્રથમ નવરાત્રીની ખૂબ શુભેચ્છાઓ🔱