ફૂલડોળે ફૂલડોળે, બેઠા છે નાથ ફૂલડોળે, 🌺
ઉડે રંગની છોળે, બેઠા છે નાથ ફૂલડોળે.🌸
ગોપીનાથ ગોકુળનો ઠાકોર,
જોવા મળ્યુ છે સહુ ટોળે, બેઠા છે નાથ ફૂલડોળે .૧🌼
અબીલ ગુલાલ ઉડાવે ગોપી,
મૃગમદ કેસર ઘોળે, બેઠા છે નાથ ફૂલડોળે .૨🌺
રંગની ધૂમ મચિ અતિ ભારી,
દોડી પરસ્પર ઢોળે, બેઠા છે નાથ ફૂલડોળે .૩🌸
પ્રેમાનંદના નાથને ગોપી,
અત્તર ગુલાબી ચોળે, બેઠા છે નાથ ફૂલડોળે.૪🌼