જેવી મોગરાની માળા, એવા રણછોડરાય રૂપાળા,
દર્શન કરવા પડશે, ભજનમાં આવવું પડશે..
જેવા રણછોડરાયના હાથ, એવા ગોમતીજીના ઘાટ,
ઘાટે ન્હાવું પડશે, ભજનમાં આવવું પડશે…
જેવી રણછોડરાયની ધજા, એવી ભક્તિમાં છે મજા,
મજા માણવી પડશે, ભજનમાં આવવું પડશે…
જેવા ગોમતીજીનાં પાણી, એવી સંતજનોની વાણી,
વાણી સાંભળવી પડશે, ભજનમાં આવવું પડશે…
જેવા જમુનાજીનાં નીર, એવા સુભદ્રાના વીર,
વીરને નિરખવા પડશે, ભજનમાં આવવું પડશે…
જેવી ડાકોર રૂડી નગરી, દેજો સત્સંગમાં સૌ હાજરી,
હાજરી આપવી પડશે, ભજનમાં આવવું પડશે…
જેવા ડાકોર ગામના પાદર, એવા રણછોડરાયના આદર,
આદર કરવા પડશે, ભજનમાં આવવું પડશે…
જેવી મોગરાની માળા, એવા રણછોડરાય રૂપાળા,
દર્શન કરવા પડશે, ભજનમાં આવવું પડશે…