શંકરનું ડમરુ બોલે છે, રઘુપતિ રાઘવ રાજારામ

શંકરનું ડમરુ બોલે છે,
રઘુપતિ રાઘવ રાજારામ
નારદની વીણા બોલે છે,
શ્રીમન્નારાયણનું નામ
અર્જુનનું ગાંડીવ બોલે છે,
રક્ષા કરજો હે ભગવાન
શબરીના બોરાં બોલે છે,
પતિત પાવન સીતારામ
વિદુરની ભાજી બોલે છે,
ભક્તવત્સલ હે ભગવાન
કૃષ્ણની બંસી બોલે છે,
રાધે રાધે પ્યારું નામ
મીરાના પાયલ બોલે છે,
મેરે તો ગિરિધર ગોપાલ
તુલસીનું માનસ બોલે છે,
શ્રી રામ જય રામ જય જય રામ.