ગોપાલ મારો પારણિયે ઝુલે રે
ઝુલાવે ગોકુળની ગોપી રે
— ગોપાલ
ગોપાલ તને રમકડા આલુ રે
ગોપલ તને માખણિયું ભાવે રે
ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે
— ગોપાલ મારો
ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું
કે નાના નાના ડગલીયા રે ભરાવું
ગોપાલ તને આંગણિયામાં નચાવું
— ગોપાલ મારો
ગોપાલ તને ચાંદની રાત રમાડે
કે હાથમાં ઘૂઘરડો રે વગાડે
પરોઢિયે આવીને રે જગાડે
–ગોપાલ મારો
ગોપાલ તને મોરપિચ્છ મુકુટ પહેરાવુ
ને તારી કેડે કંદોરો પહેરાવું
ગોપાલ તને સોના પારણિયે ઝુલાવું
— ગોપાલ મારો
જય શ્રીકૃષ્ણ