
તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો (2)
વાતુ કરો તો મારા રામ ની રે બીજી વાતું ના હોય જો(2)
સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો
તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો
બચપણ બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો
બચપણ માં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો
તાળી પાડો તો રામ ની રે બીજી તાળી ના હોય જો
યુવાની યુવાની ફેર છે રે યુવાની કોને કહેવાય જો
યુવાની માં મીરા બાઈ ને શામ મળ્યા રે યુવાની એને કહેવાય જો
વાતું કરો તો રામ ની રે બીજી વાતું ના હોય જો
વાતું કરો તો મારા શામ ની રે બીજી વાતું ના હોય જો
ઘડપણ ઘડપણ ઘણો ફેર છે રે ઘડપણ કોને ઘડપણ કહેવાય જો
ઘડપણ માં સબરી બાઈ ને રામ મળ્યા રે એને ઘડપણ કહેવાય જો
સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો
ભાઈબંધ માં ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો
ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંદ કહેવાય જો
તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો
દુશમન દુશમન ઘણો ફેર છે રે કોને દુશમન કહેવાય જો
દુશમન માં રાવણ ને રામ મળ્યા રે એને દુશમન કહેવાય જો
વાતું કરો તો રામ ની રે બીજી વાતું ના હોય જો
વાતુ કરો તો મારા શામ ની રે બીજી વાતું ના હોય જો
નીતિ નીતિ માં ઘણો ફેર છે રે નીતિ કોને કહેવાય જો
નીતિ માં વિદુરજી ને ક્રિષ્ના મળ્યા રે એને નીતિ કહેવાય જો
સમરણ કરી લો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો
મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો
મરણ માં જટાયુ ને રામ મળ્યા રે એને મરણ કહેવાય જો
તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો
સેવા સેવા માં ઘણો ફેર છે સેવા કોને કહેવાય જો
સેવા માં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો
તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાલી ના હોય જો
વાતુ કરો તો મારા રામ ની બીજી વાતું ના હોય જો
સમરણ કરો તો મારા સીતારામ નું રે
તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો (2)
વાતુ કરો તો મારા રામ ની રે બીજી વાતું ના હોય જો(2)