દાણ માંગે કાનુડો દાણ માંગે.

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે
હાં રે તારી મોરલીના બોલ વાગે
કાનુડો દાણ માંગે…..

હાં રે કાન કિયા મુલકનો સૂબો
હાં રે મારા મારગ વચ્ચે ઊભો
કાનુડો દાણ માંગે…..

હાં રે કાન કિયા મુલકનો રસિયો
હાં રે મારા મારગ વચ્ચે વસિયો
કાનુડો દાણ માંગે…..

હાં રે કાન કિયા મુલકનો દાણી
હાં રે મારી નવરંગ ચુંદડી તાણી
કાનુડો દાણ માંગે…..

હાં રે કાન કિયા મુલકનો મહેતો
હાં રે મારા મારગ વચ્ચે રહેતો
કાનુડો દાણ માંગે…..

હાં રે કાન જળ જમુનાને આરે
હાં રે એમાં કોણ જીતે કોણ હારે
કાનુડો દાણ માંગે…..

હાં રે કાન નથી સાકર નથી મેવા
હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવા
કાનુડો દાણ માંગે…..

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ
હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડી
કાનુડો દાણ માંગે…..