ઓરા આવો ને સુન્દર શ્યામ, એકાન્તે મળીયે રે..!
વાહલા દિન જાણી ને દયાળ, અઢળક ઢળીએ રે..!
વાહલી મૂર્તિ તમારી માવ, વસી દિલ મોરે રે,
એ હું તો જોઈ ને થઇ ગુલતાન, કે ફૂલ કેરે તોરે રે.
ઓરા આવો ને સુન્દર શ્યામ, એકાન્તે મળીયે રે..!
હે વાહલા તમને ,મળ્યા ના છે, કોડ કરીએ વાતું રે,
હે વાહલા તમ વિના પલ એક, નથી રેહેવાતું રે.
ઓરા આવો ને સુન્દર શ્યામ, એકાન્તે મળીયે રે..!
હે તમે દીલડા ના દરિયા, કે છેલ છોગાળા રે,
હે મારા મન માન્યા મોરાર કે છો મર્માળા રે.
ઓરા આવો ને સુન્દર શ્યામ, એકાન્તે મળીયે રે..!
હે આવી તમ સાથે અલબેલ પ્રીત બંધાણી રે,
હે મુખ લાવનતા જોઈ માવ, કે હું લોભાણી રે.
ઓરા આવો ને સુન્દર શ્યામ, એકાન્તે મળીયે રે..!
હે તમે મોટા થઇ મહારાજ શું લલચાવો રે,
હે વહાલા બ્રહ્માનંદ ના નાથ હસી બોલાવો રે..!
ઓરા આવો ને સુન્દર શ્યામ, એકાન્તે મળીયે રે,
વાહલા દિન જાણી ને દયાળ, અઢળક ઢળીએ રે..!
–––––––––––––––––––––