રામની અજબ રચના રે..!

રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે,
પાર મનુષ્ય કેમ પાવે રે, ભલે ઊંચાં વિમાન ઉડાવે… ટેક
સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢસડી લાવે,
ભોગવવાનું ટાણું આવે ત્યાં, જમનાં તેડાં આવે… ૧
ભુવો ધુણીને માંદો પડે ત્યારે, બીજા ભુવાને બોલાવે,
તાપ તપે જ્યારે વૈદ્યના તનમાં, ઓસડ યાદ ન આવે… ૨
જોષીડો સહુના જોષ જુએ ને, ધનના યોગ બતાવે,
બીજાને લખપતિ બનાવે એને, દોકડો હાથમાં ન આવે… ૩
ઘેલી લાલચમાં ઘેલા બનીને, ગાંઠને ગરથ ગુમાવે,
દેવી દેવતા પીર-પેગંબર, આવરદા ન અપાવે… ૪
રામ કહેતે કામ કરી લે, હુકમ હૃદયે આવે,
‘કાગ’ કહે જીવડો વમળે ચડ્યો’તો લખચોરાશીમાં જાવે… ૫

Continue reading “રામની અજબ રચના રે..!”