
નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના…
સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ જગમાં આજે,
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના…
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના…
નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના…
પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા,
રાગ ને દ્વેષ આજે ઘર ઘર ઘુંટાતા,
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના…
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના…
નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના…
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
નિશ દીન સ્નેહ કેરુ તેલ તેમાં પૂરજે,
મનના મંદિરને જોજે અંધારું થાય ના…
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના…
નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના…