જીવન અંજલિ થાજો !

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો… તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં [2] અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર… પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી…[2] અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને…[2] તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ… હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો..[2] નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !